મોરબી : મોરબી શહેરમાં ટ્રાફિકથી ધમધમતા સિવિલ હોસ્પિટલ રોડ પર પોલીસ ચોકીથી લઈને ભવાની બેકરી સુધીનો રસ્તો નવો બનાવવા માટે છેલ્લા દોઢ મહિનાથી બંધ કરવામાં આવ્યો હતો. આ રસ્તો બંધ હોવાને કારણે વાહનચાલકોને સામા કાંઠે જવા માટે એકમાત્ર સાંકડા રસ્તાનો ઉપયોગ કરવો પડતો હતો, જેના લીધે અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી.
જોકે, હવે આ કામગીરી પૂર્ણ થતા આજે સાંજથી આ રસ્તો વાહનવ્યવહાર માટે વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો છે. દોઢ મહિના બાદ મુખ્ય રસ્તો શરૂ થતા ટ્રાફિકનું ભારણ ઘટશે અને વાહનચાલકોને પડતી મુશ્કેલીનો અંત આવશે.











