મોરબીમાં રોડ ઉપર ગમે ત્યાં માટી કે પછી વેસ્ટના ઢગલા કરી જવાનું દુષણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. જાંબુડીયા પાસે પણ હાઈવે પર કોઈ માટીનો ઢગલો રોડ ઉપર ઠાલવી ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના કારણે વાહનચાલકોને હાલાકી પડી રહી છે. આ મામલે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.









