Friday, February 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નાગરિક બેંકના ચેરમેન તરીકે દીપકભાઈ પોપટ અને વાઇસ ચેરમેન તરીકે મનીષભાઈ...

મોરબી નાગરિક બેંકના ચેરમેન તરીકે દીપકભાઈ પોપટ અને વાઇસ ચેરમેન તરીકે મનીષભાઈ ઓગણજાની વરણી

મોરબી: મોરબી નાગરિક બેંકની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ફૂલ પેનલનો વિજય થયા બાદ, આજે બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ચેરમેન પદે દીપકભાઈ પોપટ અને વાઇસ ચેરમેન પદે મનીષભાઈ ઓગણજાની વરણી કરવામાં આવી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી નાગરિક બેંકની ચૂંટણીમાં ફૂલ પેનલના પાંચ સભ્યો ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ આજે હોદ્દેદારોની નિમણૂક માટે મળેલી બેઠકમાં કુલ ૯ ડિરેક્ટરોમાંથી ૮ ડિરેક્ટરો હાજર રહ્યા હતા. આ બેઠકમાં દીપકભાઈ પોપટ, પરેશભાઈ કચોરિયા, સંજયભાઈ ધોળકિયા, ભૂપતભાઈ રવેશિયા, મનીષભાઈ ઓગણજા, જ્યોતિબેન મીરાણી, વિજયભાઈ મકવાણા અને અશ્વિનભાઈ કોટક ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ ડિરેક્ટરોની સર્વસંમતિથી ચેરમેન તરીકે દીપકભાઈ પોપટ અને વાઇસ ચેરમેન તરીકે મનીષભાઈ ઓગણજાના નામ પર મહોર મારવામાં આવી હતી.

નવનિયુક્ત ચેરમેન દીપકભાઈ પોપટે જણાવ્યું હતું કે, આગામી સમયમાં મોરબી નાગરિક બેંક વધુમાં વધુ ડિજિટલ બને અને લોકો માટે વધુ ઉપયોગી સાબિત થાય તેવા કાર્યક્રમો કરવામાં આવશે. વધુમાં વધુ લોકો આ બેંકનો ઉપયોગ કરે અને તેની સુવિધાઓનો લાભ લે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments