Friday, February 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મનપાની ANCD શાખાએ 2517 પશુને પકડી પાંજરાપોળમાં મોકલ્યા

મોરબી મનપાની ANCD શાખાએ 2517 પશુને પકડી પાંજરાપોળમાં મોકલ્યા

મોરબી : મોરબી મહાનગરપાલિકાના પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા ફેબ્રુઆરી 2026 સુધી જાહેર માર્ગ પર અડચણ રૂપ 2,517 પશુ પકડવામાં આવ્યા છે. વિવિધ વિસ્તારમાંથી જાહેર માર્ગો પર રખડતાં ઢોર પકડીને મોરબી મહાનગરપાલિકા દ્વારા આજુ-બાજુની ગૌશાળા તથા પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે.
મોરબી મનપાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 188 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવ્યા છે. 28 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ આપવામાં આવી છે. આ ઉપરાંત 33 નાગરિકોના પેટડોગનું રજીસ્ટ્રેશન કર્યું છે. પશુ માલિકોને પશુ રજીસ્ટ્રેશન કરવા તથા પેટડોગ માલિકને પોતાના પેટડોગનું રજીસ્ટ્રેશન કરવા માટે અપીલ કરી છે, આ ઉપરાંત કુલ 1590 પશુઓનું RFID તથા ટેગિંગ કરવામાં આવ્યું છે અને RFID તથા ટેગિંગની કામગીરી આગામી સમયમાં મોરબી મહાનગર પાલિકાની ANCD શાખા દ્વારા યથાવત રહેશે તેમ જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments