Thursday, February 19, 2026
No menu items!
Google search engine
ઘરNewsટંકારાના હમિરપર પાસે બે કાર વચ્ચે અકસ્માત : ૬ લોકો  ઘાયલ

ટંકારાના હમિરપર પાસે બે કાર વચ્ચે અકસ્માત : ૬ લોકો  ઘાયલ

ટંકારા : ટંકારા તાલુકાના હમિરપર ગામના પાટિયા પાસે આજે બે કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને ગાડીઓના કુરચા બોલી ગયા હતા.

મળતી માહિતી મુજબ, મિતાણાથી નેકનામ તરફ જઈ રહેલી પંચ ગાડી (GJ 10 DR 0611) અને સામે છેડે નેકનામથી મિતાણા તરફ આવી રહેલી વેગનર કાર (GJ 10 DE 2735) વચ્ચે હમિરપર ગામ નજીક સામસામે ધડાકાભેર ટક્કર થઈ હતી. વેગનર કારમાં સવાર ૫ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જ્યારે સામેની પંચ ગાડીના ચાલકને પણ શરીરે ગંભીર ઈજાઓ થઈ છે.

ઘટનાની જાણ થતા જ ત્રણ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તમામ ૬ ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે પડધરીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments