મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરની સુવ્યવસ્થા, અને જાહેર સલામતી જળવાઈ રહે તે હેતુસર તમામ નાગરિકોને જાણ કરવામાં આવે છે, કે પોતાના વિસ્તારમાં કોઈપણ પ્રકારની સમસ્યા કે તકલીફ ઊભી થતી હોય તો મોરબી મહાનગરપાલિકાના અધિકૃત મોબાઇલ એપ્લિકેશનમાં અને વેબ સાઇટ પર ફરિયાદ નોંધાવવી, આ સાથે જ જાહેર જનતાની સુખાકારી માટે લોકોની સમસ્યાનું ઝડપી અને તાત્કાલિક નિવારણ થાય તે માટે દરેક કલસ્ટર મુજબ મોરબી મહાનગરપાલિકા દ્વારા વિભાગીય અધ્યક્ષના નંબર જાહેર કરવામાં આવ્યા છે.
મોરબી મહાનગરપાલિકાની એપ્લિકેશન દ્વારા નોંધાવેલી ફરિયાદો સંબંધિત વિભાગ સુધી તાત્કાલિક પહોંચે છે, અને તેનો સમયસર તેમજ યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા ફરિયાદોના નિરાકરણ માટે સુવ્યવસ્થિત પ્રણાલી અમલમાં મૂકવામાં આવી છે, જેથી નાગરિકોને ઝડપી અને અસરકારક સેવા મળી રહે અને મોરબી મહાનગરપાલિકા શહેરના સર્વાંગી વિકાસ, નાગરિક સુવિધાઓમાં ગુણવત્તાસભર વધારો કરવા કટિબદ્ધ છે. શહેરની વ્યવસ્થા અખંડિત રહે અને દરેક નાગરિકને સમયસર સેવા પ્રાપ્ત થાય તે માટે તમામ નાગરિકોને સહકાર આપવા દરેક શાખા અધ્યક્ષ અનુરોધ કરે છે.
મોરબી શહેરના નાગરિકો મહાનગરપાલિકાની કચેરી ખાતે રૂબરૂ અને દરેક ક્લસ્ટર મુજબ પોતાના વિસ્તારના ક્લસ્ટર વર્ક આસિસ્ટન્ટ તથા સંબંધિત વિભાગના જવાબદાર અધિકારીઓ/કર્મચારીઓનો સીધો સંપર્ક કરીને પણ પોતાની સમસ્યાની જાણ કરી શકે છે. સંબંધિત અધિકારીઓ/કર્મચારીઓનો ઓફિસના સમય દરમ્યાન સંપર્ક કરવાનો રહેશે, જેમાં ક્લસ્ટર નં. ૧ અને ૧૦ : સમીર સુમરા – ૯૧૫૭૧ ૧૭૦૬/ ક્લસ્ટર નં. ૨ અને ૧૧ : જાબીરહુશેન મનસુરી – ૯૦૯૯૭ ૩૦૬૬૫/ ક્લસ્ટર નં. ૩ : રાજલ ગોહેલ – ૭૪૩૫૮ ૫૨૫૦૫/ ક્લસ્ટર નં. ૪ અને ૫ : પાર્થ રાઠોડ – ૯૩૧૩૦ ૫૫૨૭૭ ક્લસ્ટર નં. ૭ અને ૮ : જયદિપ રંકજા – ૭૫૬૭૪ ૦૧૪૨૫ ક્લસ્ટર નં. ૬ અને ૯ : ખુશ રાજ્યગુરૂ – ૯૩૨૭૨ ૯૫૦૯૬નો સંપર્ક કરવા આથી મોરબીના રહીશોને જાણ કરવામાં આવે છે. અને મોરબી મહાનગરપાલિકાની અત્યંત આવસ્યક અને મહત્વની સેવાઓ માટે જુદા જુદા વિભાગીય અધ્યક્ષનો સંપર્ક કરવાનો રહેશે જેમાં ઇલેક્ટ્રિક વિભાગ માટે નૈનેશ મહેતા – ૯૩૨૮૮ ૮૮૨૩૮ રોડ અને બ્રિજ કર્યો માટે નીરવ પટેલ – ૮૧૬૦૯ ૨૮૮૪૧
પાણી પુરવઠાને લગતી સમસ્યા માટે સાગર રૂપાલા – ૯૫૮૬૩ ૩૮૩૮૯
ભૂગર્ભ ગટર અને બગીચા ની સેવાઓ માટે આશીષ રાઠોડ – ૮૮૬૬૩ ૨૨૫૨૩
અને જર્જરીત બિલ્ડીંગ આસપાસ ના વિસ્તારમાં હોય તો પ્રતિક કૈલા – ૮૮૬૬૩ ૩૬૨૭૩નો ઓફિસ કામગીરી દરમિયાન સંપર્ક કરવાનો રહેશે, જેની મોરબીના નગરજનોને જાણ કરવામાં આવે છે, મોરબી મહાનગરપાલિકા માં પ્રાપ્ત થતી તમામ ફરિયાદોનું પારદર્શક, સમયસર અને અસરકારક રીતે નિરાકરણ લાવવા માટે મહાનગરપાલિકા સતત પ્રતિબદ્ધ અને કાર્યરત છે.









