Thursday, February 19, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમહાશિવરાત્રી નિમિત્તે ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ભવ્ય લાઈવ પરફોર્મન્સ

મહાશિવરાત્રી નિમિત્તે ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ભવ્ય લાઈવ પરફોર્મન્સ

15-ફેબ્રુઆરી-2026 મહાશિવરાત્રીના પાવન અવસર પર ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ, મોરબીના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ વિવિધ સ્થળોએ જઈને“મહાકાલ બેન્ડ – લાઈવ મ્યુઝિક પરફોર્મન્સ” દ્વારા ભક્તિમય માહોલ સર્જ્યો.

દરેક સ્થળે બાળકોના સંગીત, શિસ્ત અને આત્મવિશ્વાસભર્યા પ્રસ્તુતિએ ભક્તજનોને મંત્રમુગ્ધ કરી દીધા. આ પરફોર્મન્સ માત્ર સંગીત કાર્યક્રમ નહોતો,પણ બાળકોમાં રહેલા સંસ્કાર, સંસ્કૃતિ પ્રત્યેની ભાવના અને મંચ પર પોતાને સાબિત કરવાની ક્ષમતાનો જીવંત દાખલો હતો.

ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ હંમેશા શિક્ષણ સાથે સાથે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોના સંવર્ધન માટે પ્રતિબદ્ધ રહી છે —અને આ કાર્યક્રમ તે દિશામાં એક ગૌરવપૂર્ણ પગલું સાબિત થયો.

અમારા તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સહયોગીઓને હાર્દિક અભિનંદન.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments