Thursday, February 19, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના શ્રી જલારામ ધામ ખાતે કાલે શુક્રવારે નવદશમ્ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાશે

મોરબીના શ્રી જલારામ ધામ ખાતે કાલે શુક્રવારે નવદશમ્ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાશે

મોરબી : સર્વ જ્ઞાતિય વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન કરતા મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ સ્થિત શ્રી જલારામ ધામનો “નવદશમ્ પાટોત્સવ” આગામી 20 ફેબ્રુઆરી ને શુક્રવારના રોજ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવનાર છે.

શ્રી જલારામ સેવા મંડળ-મોરબી દ્વારા આયોજિત આ પાટોત્સવ વિક્રમ સવંત ૨૦૮૨ ફાગણ સુદ-૩ ના રોજ ધામધૂમથી ઉજવવામાં આવશે, જેમાં ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવની રૂપરેખા નીચે મુજબ રહેશે.

પ્રભાતધુન: સવારે ૬:૦૦ કલાકે
મહાયજ્ઞ: સવારે ૯:૦૦ કલાકે
મહાપ્રસાદ: સાંજે ૭:૦૦ કલાકે

શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે યોજાનાર આ પાવન પ્રસંગે ધર્મપ્રેમી જનતાને સહપરિવાર પધારવા આયોજકો દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે મો. ૯૮૨૫૦ ૮૨૪૬૮ પર સંપર્ક કરી શકાશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments