શ્રી મોરબી લોહાણા મહાજન દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને પ્રોત્સાહન આપવા હેતુસર ભવ્ય “હોળી કે રસિયા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આવતી કાલે તા. 21/02/2026, શનિવારના રોજ રાત્રે 09:30 કલાકે યોજાશે.
આ પાવન પ્રસંગે પ્રખ્યાત રસિયા મંડળી દ્વારા કૃષ્ણ ભક્તિ અને હોળીના પરંપરાગત રસિયા ગીતો દ્વારા ભક્તિમય માહોલ સર્જવામાં આવશે. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ અ.સૌ. શુભાંગી વહુજી (હાલ રાજકોટ બિરાજમાન) ના સાનિધ્યમાં રહેશે.
કાર્યક્રમનું સ્થળ:
શ્રી ભવાની જીન મિલ, નવા બસ સ્ટેન્ડ પાસે, શનાળા રોડ, મોરબી.
આ કાર્યક્રમ દ્વારા શહેરના ભક્તજનોને હોળીના પર્વની ભાવના સાથે ભક્તિરસનો આનંદ માણવા મોરબી લોહાણા મહાજન તમામ વૈષ્ણવ ભક્તોને તથા શહેરજનોને ભાવપૂર્વક નિમંત્રણ છે.
આયોજક: શ્રી મોરબી લોહાણા મહાજન
મોરબી









