Friday, February 20, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની બોયઝ હાઈસ્કૂલના હોલમાં શનિવારે રાત્રે કવિ સંમેલન યોજાશે

મોરબીની બોયઝ હાઈસ્કૂલના હોલમાં શનિવારે રાત્રે કવિ સંમેલન યોજાશે

ગુજરાત સાહિત્ય અકાદમી અને રસિકલાલ શેઠ બોયઝ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે મોરબીમાં શનિવારે રાતે નવ વાગ્યે કવિ સંમેલન યોજાયનાર છે. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. રામ વારોતરીયાના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે. ગુજરાતના જાણીતા કવિ શ્રી દિનેશ કાનાણી તથા શ્રી રાકેશ હાંસલિયા રાજકોટથી ઉપસ્થિત રહેશે. મોરબીના સાહિત્ય રસિકોને આ કવિ સંમેલનમાં ઉપસ્થિત રહેવા આયોજકો તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવે છે.

૨૧ ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે. જેના અનુસંધાને આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. કાર્યક્રમનો ઉદ્દેશ સમગ્ર મોરબી પંથકના સાહિત્ય રસિકોને લાભન્વીત કરવાનો છે. તો ચાલો સૌ માતૃભાષા દિવસ નિમિત્તે આપણી વહાલી એવી ગુજરાતી ભાષાનું ગૌરવજ્ઞાન ગાવા માટે આ કાર્યક્રમમાં સામેલ થઈએ.

સ્થળ: અરુણોદય હોલ, રસિકલાલ શેઠ બોયઝ હાઇસ્કુલ, ટેલીફોન એક્સચેન્જ પાસે, વસંત પ્લોટ, મોરબી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments