છોટાકાશી તરીકે જગવિખ્યાત હળવદ નગરના ઐતિહાસિક પ્રવેશદ્વાર દંતેશ્વર દરવાજા ને હળવદ નગરપાલિકા દ્વારા નવી આકારમાં પુનઃનિર્માણ કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત જિલ્લા સરકારી વકીલ શ્રી વિજયભાઈ જાનીના હસ્તે તેમજ હળવદ નગરપાલિકાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિધિવત રીતે સંપન્ન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા જણાવાયું હતું કે દંતેશ્વર દરવાજો હળવદની ઐતિહાસિક ઓળખ અને ગૌરવનું પ્રતિક છે. નગરપાલિકા દ્વારા તેના નવનિર્માણથી શહેરની શોભામાં વધારો થશે તેમજ ઐતિહાસિક ધરોહરને સાચવવાનો એક સરાહનીય પ્રયાસ છે.
ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન શહેરના આગેવાનો, કાર્યકરો તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામે મળીને આ કાર્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી અને સમયસર તેમજ ગુણવત્તાસભર કામગીરી પૂર્ણ થાય તેવી કામના વ્યક્ત કરી હતી.









