Saturday, February 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી તાલુકા પોલીસે ઘરફોડ અને વાહનચોરીના ત્રણ ગુના ઉકેલ્યા, એક આરોપી ઝડપાયો

મોરબી તાલુકા પોલીસે ઘરફોડ અને વાહનચોરીના ત્રણ ગુના ઉકેલ્યા, એક આરોપી ઝડપાયો

મોરબી: મિલ્કત સંબંધિત ગુનાઓ સામે સખત અભિયાન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનએ અનડિટેક્ટ ઘરફોડ ચોરી તથા વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી એક પરપ્રાંતિય આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. રાજકોટ રેન્જમાં વધતા ચોરીના બનાવોને ધ્યાનમાં રાખીને રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષકએ મિલ્કત સંબંધિત ગુનાઓ ઉકેલવા માટે સૂચનાઓ આપી હતી, જેના અનુસંધાને મોરબી પોલીસે અસરકારક કામગીરી હાથ ધરી હતી.

પોલીસ ઇન્સ્પેકટર એસ.કે. ચારેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન ધરમપુર ગામ પાસે શંકાસ્પદ હાલતમાં નંબર GJ-36-AQ-6410 વાળો હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ ઝડપી પાડ્યો હતો. ચાલક પાસે સંતોષકારક જવાબ ન મળતા તપાસ કરતાં વાહન નાની વાવડી કબીર આશ્રમ નજીકથી ચોરી થયેલું હોવાનું અને તેની ફરિયાદ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી હોવાનું ખુલ્યું હતું.

પકડાયેલ આરોપી મુકેશભાઈ ઇલામસિંગ સિંગાર (રહે. ઘોર તા. કુકસી, જી. ધાર, મધ્યપ્રદેશ)એ સઘન પૂછપરછમાં અન્ય સાગરિતો સાથે મળી વધુ એક મોટરસાયકલ ચોરી તેમજ પીપળી ગામની સોસાયટીમાં ગણેશીયા જેવા હથિયારથી તાળા તોડી ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલો હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ (રૂ.1,16,000), રોકડ રૂ.5,500, લોખંડનો ગણેશીયો, સાદો મોબાઇલ ફોન અને ગોલ્ડન કલરની ખોટી ચેઇન કબ્જે કર્યા છે.

આ કામગીરી દરમ્યાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશન અને મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ ત્રણ ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે. અન્ય ત્રણ ફરાર આરોપી કલમસિંગ ઉર્ફે ભાયા કેલસિંહ અલાવા (રહે.બગોલી, નરવાલી તા.કુકસી પોલીસ સ્ટેશન ટાંડા જી.ધાર), કેરૂભાઇ કેશભાઇ સિંગર (રહે. ઘોર તા.કુકસી પો.સ્ટે.-ટાંડા જી.ધાર મધ્યપ્રદેશ), હેમતભાઇ રહે-આંબાપુર તા-કુકસી પો.સ્ટે.-ટાંડા જી.ધાર મધ્યપ્રદેશ)ઓને ઝડપી પાડવા માટે તપાસ ચાલી રહી છે. સમગ્ર કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એચ. ભટ્ટ તથા સર્વેલન્સ ટીમે પાર પાડી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments