કચ્છથી વાંકાનેર કતલખાને ધકેલાતા ૧૫ અબોલ જીવોને ગૌરક્ષકોની ટીમે બચાવી લીધા હતા બે બોલેરો પીકઅપ વાહનમાં લઇ જવાતા ૧૫ અબોલ જીવોને બચાવી મુદામાલ પોલીસ મથકને સોપવામાં આવ્યો હતો
વિશ્વ હિંદુ પરિષદ મોરબી, બજરંગ દળ અને હિંદુ યુવા વાહિની સહિતના હિંદુ સંગઠનોને બાતમી મળી હતી કે બોલેરો ગાડીમાં કચ્છથી માળિયા થઈને વાંકાનેર અબોલ જીવોને કતલખાને ધકેલવામાં આવનાર છે જેથી ગૌરક્ષકોની ટીમે લક્ષ્મીનગર ગામ પાસે વોચ ગોઠવી હતી એક બોલેરો પીકઅપમાં અબોલ જીવો ભરેલા હતા અને એક પાયલોટીંગ બોલેરો પીકઅપ સાથે હતી ગૌરક્ષકોની ટીમે બંને બોલેરો વાહન ઝડપી લીધા હતા જેની તપાસ કરતા ૧૫ અબોલ જીવો મળી આવતા છોડાવ્યા હતા અને ત્રણ ઇસમોને ઝડપી લઈને પૂછપરછ કરતા કચ્છથી વાંકાનેર સીટીમાં આવેલ ખાટકીવાસમાં લઇ જવાતા હોવાની કેફિયત આપી હતી જેથી મુદામાલ પોલીસ મથકે સોપવામાં આવ્યો અને અબોલ જીવને મોરબી પાંજરાપોળમાં મુકવામાં આવ્યા હતા









