મયુર રાવલ હળવદ
નૈતિક દલસાણિયાએ 80 માર્ક્સ સાથે શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો
હળવદ સ્થિત તક્ષશિલા સંકુલમાં ચાલતા નવોદય અને જ્ઞાનસેતુ કોચિંગ ક્લાસે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) ના પરિણામોમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામ મુજબ વિદ્યાર્થીઓ મેરિટના આધારે જ્ઞાનસેતુ સ્કોલરશિપ માટે નોંધણી કરી શકે છે તેમજ રક્ષાશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલમાં નિઃશુલ્ક પ્રવેશનો લાભ મેળવી શકે છે.
તક્ષશિલા કોચિંગ ક્લાસના વિદ્યાર્થી નૈતિક કિશોરભાઈ દલસાણિયાએ CETમાં 80 માર્ક્સ મેળવી શાળાકક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કરી સંસ્થાનો ગૌરવ વધાર્યો છે.
સાથે સાથે અન્ય વિદ્યાર્થીઓએ પણ મેરિટમાં સ્થાન મેળવી ઝળહળતી સફળતા નોંધાવી છે. મેરિટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓમાં કાઠિયા દિગ્વિજય, સૌમ્ય સિણોજિયા, વેદાંગ કણજરિયા, ગોહિલ દક્ષરાજ, ચાવડા હેતાંશી, સંઘાણી રુદ્ર, પટેલ હેત, વિવેક કણજરિયા, પ્રિન્સ મારડિયા, વંશ ધોળકિયા અને ઝાલા અભિરાજનો સમાવેશ થાય છે.
વિદ્યાર્થીઓની આ સફળતા બદલ સંસ્થાના એમ.ડી. ડો. મહેશ પટેલ દ્વારા તમામ રેન્કર વિદ્યાર્થીઓને તિરંગાના ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કોચિંગ સ્ટાફમાં ગુજરાતી કોચ જયંતિભાઈ, ગણિત કોચ પ્રિન્સીબેન, અવંતિકાબેન, હેમાબેન તથા રિઝનિંગ કોચ એકતાબેનએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં વધુ ઉત્તમ પરિણામ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
તક્ષશિલા સંકુલની આ સિદ્ધિ સમગ્ર હળવદ શહેર માટે ગૌરવની બાબત બની છે.









