Sunday, February 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઘરફોડ ચોરી અને વાહન ચોરી કરતી ગેંગનો સભ્ય ઝડપાયો

ઘરફોડ ચોરી અને વાહન ચોરી કરતી ગેંગનો સભ્ય ઝડપાયો

મોરબી: મોરબી તાલુકા પોલીસ ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ મધ્યપ્રદેશની ગેંગના એક સાગરીતને મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે.

મોરબી તાલુકા પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન ધરમપુર ગામ પાસે એક શંકાસ્પદ મોટર સાયકલ (નંબર GJ-36-AQ-6410) સાથે એક શખ્સ મળી આવ્યો હતો. તેની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે આ બાઈક મોરબીના કબીર આશ્રમ પાસેથી ચોરાયું હતું, જે અંગે મોરબી એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયેલી હતી.

પોલીસે આ મામલે મુકેશભાઈ દલામસિંગ સિંગાર (ઉં.વ. 30, રહે. ઘોર, જી. ધાર, મધ્યપ્રદેશ) નામના શખ્સની ધરપકડ કરી છે. જોકે, તેની સાથે ચોરીમાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓ કલમસિંગ ઉર્ફે લાલિયો કલાવા (રહે. બગોલી, મધ્યપ્રદેશ), કેરૂભાઈ કેશુભાઈ સિંગાર (રહે. ઘોર, મધ્યપ્રદેશ) અને હેમતભાઈ (રહે. આંબલીપુરા, મધ્યપ્રદેશ) હજુ પોલીસ પકડથી દૂર છે, જેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

પકડાયેલા આરોપી પાસેથી પોલીસે કુલ રૂપિયા 21,560 નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (કિંમત રૂ. 15,000), રોકડ રકમ રૂ. 5,500, એક લોખંડનો ગણેશિયો (ચોરી કરવા માટેનું હથિયાર), એક સાદો મોબાઈલ ફોન, એક ગોલ્ડન કલરની આર્ટિફિશિયલ (ખોટી) ચેઈનનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments