અભ્યાસમાં અગ્રેસર એવી મોરબીની પી.જી. પટેલ કોલેજના વિધાર્થીઓ માટે આજરોજ તારીખ ૨૪.૦૨.૨૬ ના રોજ ફ્રી થેલેસેમીયા ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ આયોજન રાજકોટ LIFE સંસ્થાના સહયોગથી પી. જી. પટેલ કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે 100 % ફ્રી થેલેસેમીયા ટેસ્ટ કરવામાં આવ્યું. આ આયોજનમાં કોલેજના તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ પોતાનો થેલેસેમીયા ટેસ્ટ કરાવેલ હતો. આ તકે કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા અને જતિનભાઈ અદ્રોજાએ LIFE સંસ્થામાંથી આવેલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો











