Tuesday, February 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ૧૦.૯૮ લાખના ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા અને ડબલ રકમનો...

મોરબીમાં ૧૦.૯૮ લાખના ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ

મોરબીના એડી ચીફ જ્યું.મેજી. સાહેબની કોર્ટમાં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને ચેકની રકમની ડબલ રકમનો દંડ ફટકાર્યો છે

જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી sgs ગ્રેનીટો એલએલપી મોરબીની કંપની ટાઈલ્સ વેચાણ કરવાનો ધંધો કરતા હોય જેની પાસેથી આરોપી સંગ્રામ સિંગ તે શ્રી યમુના ટાઈલ્સના પ્રોપ્રાઈટર બક્ષર બિહાર વાળાએ ઉધારથી ટાઈલ્સની ખરીદી કરી હતી જે રકમ ચુકવણી પેટે આરોપીએ રૂ ૧૦,૯૮,૦૯૦ નો તા. ૧૧-૦૧-૨૦૨૪ નો ચેક આપ્યો હતો જે ચેક ફરિયાદી બેંકમાં જમા કરાવતા તે ચેક ફંડ ઇનસ્ફીસીયન્ટના શેરા સાથે પરત ફર્યો હતો

જેથી ફરિયાદીએ ચેક રીટર્નની લીગલ નોટીસ વકીલ બળદેવ કાચરોલા મારફત રજી.એડીથી મોકલી હતી જે આરોપીને નોટીસ મળી ગયેલ છતાં આરોપી ચેક મુજબની રકમ ભરપાઈ કરી નહિ જેથી ફરિયાદી દ્વારા આરોપી વિરુદ્ધ ભારતીય વટાઉખત અધિનિયમની કલમ ૧૩૮ મુજબ કાર્યવાહી અર્થે વકીલ બળદેવ કાચરોલા મારફત મોરબી નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી જે કેસ મોરબીના મહે. એડી. ચીફ. જ્યું. મેજી. સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો

ફરિયાદ પક્ષના વકીલ બળદેવ કાચરોલાની દલીલો અને કાયદાકીય જોગવાઈઓ ધ્યાનમાં રાખીને અદાલતે આરોપી યમુના ટાઈલ્સના પ્રોપ્રાઈટર સંગ્રામ સિંગને કસુરવાન ઠેરવી આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે તેમજ ચેકની રકમ રૂ ૧૦,૯૮,૦૯૦ ની ડબલ રકમ રૂ ૨૧,૯૬,૧૮૦ ફરિયાદ તારીખથી વાર્ષિક ૯ ટકા વ્યાજે સીઆરપીસી કલમ ૩૫૭ મુજબ વળતર પેટે ફરિયાદીને ચુકવવા હુકમ કરવામાં આવ્યો છે વળતર ચુકવવામાં કસુર થયે વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે

જે કેસમાં ફરિયાદી પક્ષના વકીલ તરીકે બળદેવ કાચરોલા રોકાયેલ હતા

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments