Tuesday, February 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી ઉમા ટાઉનશીપમાં મંત્રી કાન્તીભાઈ અમૃતિયાના સ્વાસ્થ્ય માટે યજ્ઞ અને આનંદનો ગરબો

મોરબી ઉમા ટાઉનશીપમાં મંત્રી કાન્તીભાઈ અમૃતિયાના સ્વાસ્થ્ય માટે યજ્ઞ અને આનંદનો ગરબો

મોરબીના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી કાન્તીભાઈ અમૃતિયાનું શનિવારે મુંબઈની હોસ્પીટલમાં અન્નનળી કેન્સરનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે અને હજુ તેઓ સારવાર હેઠળ છે ત્યારે દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે ઉમા ટાઉનશીપમાં મહિલા સમિતિએ યજ્ઞ કર્યો હતો

તા. ૨૩ ને સોમવારે ઉમા ટાઉનશીપમાં ઉમિયા માતાજીના મંદિર સિદ્ધસર મહિલા સમિતિ મોરબી દ્વારા મંત્રી કાંતિભાઈ અમૃતિયાની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે પંચમુખી ગરબા મંડળ દ્વારા યજ્ઞ સાથે આનંદનો ગરબો કરી પ્રાર્થના કરવામાં આવી. જયારે પણ આપણે બીજાને મદદ કરી શકવા સક્ષમ ના હોય ત્યારે પ્રાર્થના દ્વારા પોઝિટિવ ઉર્જાના વાઈબ્રેશન વ્યક્તિ સુધી પહોંચાડી મદદ કરી શકીયે છીએ. સાચા અને શુદ્ધ ભાવથી થયેલ પ્રાર્થના અશક્ય ને પણ શક્ય બનાવવાની ક્ષમતા ધરાવે છે ઉમા ટાઉનશીપના તેમજ મહિલા સમિતિ મોરબીના બહેનોએ બહોળી સંખ્યામાં હાજર રહી લોકલાડીલા કાંતિભાઈ અમૃતિયા સાહેબની તંદુરસ્તી માટે પ્રાર્થના કરી હતી

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments