મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા આવેદનમાં જણાવ્યું છે કે જીલ્લાની વર્તમાન અશાંતિભરી પરિસ્થિતિ તરફ આપનું ધ્યાન દોરવા માંગીએ છીએ મોરબીમાં ગુનાહિત પ્રવૃતિઓમાં ચિંતાજનક વધારો થયો છે જેમાં તાજેતરમાં શનાળા રોડ પર જાહેરમાં થયેલી હત્યાથી ભયનો માહોલ છે તેમજ માળિયા અને આસપાસના વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કુલ રૂ ૧.૬૩ કરોડનો વિદેશી દારૂ ઝડપ્યો જે સાબિત કરે છે કે સ્થાનિક સ્તરે કાયદાનો અમલ નબળો પડ્યો છે
ગ્રામીણ વિસ્તારો જેવા કે રોહીશાળા ગામમાં રાત્રી દરમિયાન ચોરીની ઘટનાથી ખેડૂતો અને ગ્રામજનોમાં અસુરક્ષાની ભાવના છે શહેરી અને ઓદ્યોગિક વિસ્તારમાં રાત્રી દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવાની સખ્ત જરૂર છે જેથી કોંગ્રેસે માંગ કરી છે કે જીલ્લાના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવાય, ગુનેગારોમાં કાયદાનો ડર પેસે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ દારૂ અને જુગારના અડ્ડાઓ પર કાયમી ધોરણે રોક લગાવવામાં આવે.











