લીલાપર રોડનું બ્યુટીફીકેશન મોરબી શહેરની ઓળખને નવી દિશા આપશે જેમાં મોરબીવાસીઓ માટે ફૂટપાથ, આધુનિક ડેકોરેટીવ સ્ટ્રીટ લાઈટ, પ્રીકાસ્ટ કર્બ સ્ટોન વ્યવસ્થા, સીટીંગ એરિયા સહિતની સુવિધાઓ સાથે રૂ. 13.31 કરોડના ખર્ચે રોડ ડેવલપ કરવામાં આવનાર છે
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના લીલાપર રોડના સર્વાંગી વિકાસ અને બ્યુટીફીકેશન માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત ટેન્ડર પ્રક્રિયા લાઈવ કરવામાં આવી છે આશરે 4.75 કિલોમીટર લંબાઈ અને 12 મીટર પહોળાઈ ધરાવતા મુખ્ય માર્ગને શહેરી કોરીડોર તરીકે વિકસાવવામાં આવશે સમગ્ર પ્રોજેક્ટ અંદાજે રૂ 13.31 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે જે પ્રોજેક્ટથી નગરજનોને નવું આધુનિક સ્થળ મળી રહેશે જેથી શહેરની સુંદરતામાં વધારો થશે
રોડની બંને બાજુ સુવિધાસભર ફૂટપથ, મજબુત અને આકર્ષક પેવર બ્લોક ફલોરિંગ, પ્રીકાસ્ટ કર્બ સ્ટોન વ્યવસ્થા, માર્ગ કિનારે વૃક્ષારોપણ, સ્ટ્રીટ લાઈટ, નાગરિકો માટે સીટીંગ એરિયા, સ્વચ્છતા માટે પુરતી સંખ્યામાં ડસ્ટબીન, દિશાસૂચક સાઈનેજ, માર્ગ સલામતી માટે સ્પસ્ટ ઝેબ્રા ક્રોસિંગ સહિતની સુવિધાઓ રહેશે












