Thursday, February 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદમાં આજે ધોરણ 10 બોર્ડ પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં થયો પ્રારંભ

હળવદમાં આજે ધોરણ 10 બોર્ડ પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં થયો પ્રારંભ

મયુર રાવલ હળવદ

સદભાવના વિદ્યાલય, તક્ષશિલા વિદ્યાલય, મહર્ષિ ગુરુકુળ, સાંદિપની ઇંગ્લિશ સ્કૂલ, સરદાર પટેલ વિદ્યાલય, મંગલમ્ વિદ્યાલય,વિવેકાનંદ વિદ્યાલય, સહીતના સ્કુલમાં શાંતી પુણૅ માહોલમાં શરુ..

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષા સવારે 10 વાગ્યે ગુજરાતી પેપર સાથે શરૂ થઈ હતી.
પ્રથમ દિવસે ગુજરાતી વિષયના પેપરથી પરીક્ષાની શરૂઆત કરવામાં આવી. હળવદના કુલ 9 કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, પરીક્ષાર્થીઓનું કેન્દ્ર પર કુમકુમ તિલક કરીને, ગુલાબનું ફૂલ આપી અને મોઢું મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી ઉત્સાહિત કરવામાં આવ્યા હતા.

પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. દરેક બ્લોકમાં CCTV કેમેરા, પેટ્રોલિંગ તથા પ્રાથમિક સારવારની સુવિધા સાથે તંત્ર દ્વારા સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી હતી.

હળવદની વિવિધ શાળાઓમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ અને તણાવમુક્ત માહોલમાં પરીક્ષા નો પ્રારંભ થયો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments