મોરબી : મોરબીના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયાનું સ્વાસ્થ્ય ઝડપથી સુધરે તેવા હેતુ સાથે ગઈકાલે શહેરના વોર્ડ નંબર-2 માં વિશેષ પ્રાર્થના અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગઈકાલ તારીખ 26/02/2026 ના રોજ સાંજે 07:00 કલાકે ચૌહાણ પરિવારના કુળદેવી મહાકાળી માતાજીના મંદિરે ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. કાંતિભાઈ અમૃતિયા જલ્દીથી સ્વસ્થ થઈને મોરબી પરત ફરે અને લોકસેવામાં કાર્યરત થાય તેવી શ્રદ્ધા સાથે સમગ્ર આયોજન કરાયું હતું.
આ મહાઆરતીમાં કાંતિભાઈ અમૃતિયાના પરિવારજનો, તેમની સાથે ખભેખભા મિલાવીને ચાલતા સાથી મિત્રો તેમજ ચૌહાણ પરિવારના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ લોકોએ માતાજી સમક્ષ કાંતિભાઈના દીર્ઘાયુ અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.











