મોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે તા.૨૬ના રોજ અરુણોદય સર્કલથી ધરમપુર મેઈન રોડ સુધી શ્રમદાન ફોર મોરબી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સફાઈ અભિયાનમાં કમિશનર, ડેપ્યુટી કમિશનર, શાખા અધ્યક્ષ, મહાનગરપાલિકા સ્ટાફ, ઉમા ટાઉનશીપ મિત્ર મંડળ અને યંગ ઇન્ડિયા ગ્રુપ સહિત અંદાજિત ૧૯૦ લોકો શ્રમદાનમાં જોડાયા હતા
આ સફાઈ ઝુંબેશ દરમિયાન ૩૦ હાથલારી, ૯ ટ્રેક્ટર, ૧ ફ્રન્ટ હો લોડર, ૧ બેક હો લોડર અને ૧ જેસીબી મશીન દ્વારા અંદાજિત ૨૨ ટન સોલિડ વેસ્ટ તથા સી એન્ડ ડી (C&D) વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો. વધુમાં, રસ્તા પર બિનવારસી પડેલ ૨ લારીઓ ઉપાડીને દબાણ પણ દુર કરવામાં આવ્યું હતું. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતાને ધ્યાનમાં લઈને “શ્રમદાન ફોર મોરબી” નું વાર્ષિક કેલેન્ડર બનાવવામાં આવ્યું છે. આથી તમામ મોરબીવાસીઓને આગામી સમયમાં મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રમદાન કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં ભાગ લેવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. તેમ મહાપાલિકાની યાદીમાં જણાવાયું છે.












