મોરબી : મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા શહેરના નાની વાવડી વિસ્તારમાં રહેવાસીઓ માટે એક શાનદાર ભેટ તૈયાર કરવામાં આવી રહી છે. રૂ. 1.30 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ અને ઇકો-ફ્રેન્ડલી વાતાવરણ ધરાવતા પાર્કનું વિકાસ કાર્ય હાલ પ્રગતિ હેઠળ છે, જે આગામી સમયમાં શહેરની સુંદરતામાં વધારો કરશે.
પાર્કમાં હરિયાળી જળવાઈ રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નીમ, ગુલમોહર, ચંપા અને સપ્તપર્ણી જેવા અંદાજે 2000 થી 2100 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ ઉપરાંત, આકર્ષક દેખાવ માટે જાસુદ અને ઇક્સોરા જેવી ઝાડીઓ તેમજ મચ્છર નિયંત્રણ માટે ખાસ સિટ્રોનેલાના છોડ પણ રોપવામાં આવશે.











