Sunday, March 1, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiથોરાળા અને ગુલાબનગર પ્રાથમિક શાળામાં ટ્વિનિંગ પ્રોગ્રામ સફળતાપૂર્વક યોજાયો

થોરાળા અને ગુલાબનગર પ્રાથમિક શાળામાં ટ્વિનિંગ પ્રોગ્રામ સફળતાપૂર્વક યોજાયો

મોરબી: શ્રી થોરાળા પ્રાથમિક શાળા ખાતે તા. ૨૮/૦૨/૨૦૨૬ના રોજ શ્રી ગુલાબનગર પ્રાથમિક શાળાના સહકારથી ‘ટ્વિનિંગ પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું હતું. “શાળા સંગાથે શિક્ષણનો વિકાસ, બાળકોમાં જાગે નવો આત્મવિશ્વાસ!”ના સૂત્ર સાથે યોજાયેલ કાર્યક્રમ યાદગાર રહ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સભા તથા મહેમાનોના ઉષ્માભર્યા સ્વાગત સાથે થઈ હતી. સી.આર.સી. કો-ઓર્ડિનેટર વંદનાબેન તેમજ અન્ય શિક્ષકમિત્રો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ડિજિટલ શિક્ષણનો પ્રયોગ કરી બાળકોને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી રસપ્રદ અભ્યાસનો અનુભવ કરાવવામાં આવ્યો હતો. ‘રાણી લક્ષ્મીબાઈ કાર્યક્રમ’ હેઠળ દીકરીઓને આત્મરક્ષણની તાલીમ આપવામાં આવી, જેના કારણે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનો વિકાસ થયો હતો.

સાથે જ બાલવાટિકાથી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘વેસ્ટમાંથી બેસ્ટ’ કૃતિઓનું પ્રદર્શન યોજાયું હતું, જેને ઉપસ્થિતોએ વખાણ્યું હતું. સંગીતમય વાતાવરણમાં બાળકોની પ્રતિભાને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. અંતે તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે પૌવા-બટેકાના પૌષ્ટિક નાસ્તા સાથે કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન થયું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments