મોરબી : રાજ્યમંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા કેન્સરની ગંભીર બીમારીથી પીડિત હોવાથી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં તેમનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. આથી આજે તારીખ 28/02/2026 શનિવારે સાંજે 6:30 વાગ્યે માનનીય મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબના સફળ ઓપરેશન બાદ તેઓ ઝડપથી સ્વસ્થ બને તે માટે મોરબી શહેર ભાજપ દ્વારા વોર્ડ નંબર 9 માં આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે જય જય શ્રીરામના નાદ સાથે મહાઆરતી અને હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે પ્રસાદીની વ્યવસ્થા રાખેલી છે. જેમાં સર્વે ધર્મપ્રેમી લોકોને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.











