Saturday, February 28, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારામાં ભવ્ય સ્વદેશી મેળાનો ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે પ્રારંભ: 35 સ્ટોલ્સમાં સ્થાનિક...

ટંકારામાં ભવ્ય સ્વદેશી મેળાનો ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે પ્રારંભ: 35 સ્ટોલ્સમાં સ્થાનિક ચીજવસ્તુઓનું આકર્ષણ

ટંકારા: ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025ને “શહેરી વિકાસ વર્ષ” તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તેમજ ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા ‘વોકલ ફોર લોકલ’ અને ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાનને વેગ આપવા ટંકારા નગરપાલિકા દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે. ટંકારાના જુના જબલપુર રોડ ખાતે આજરોજ તા. 28-02-2026 થી ‘સ્વદેશી મેળા’ (શોપિંગ ફેસ્ટિવલ) નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે.

આ મેળાનું ઉદ્ઘાટન ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વહીવટદાર પી.એન.ગોર, નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ કુમાર સરૈયા, વિવિધ આગેવાનો તેમજ અધિકારીગણ અને કર્મચારીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સ્વદેશી મેળાની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં સ્થાનિક ઉત્પાદકો અને કારીગરોને પ્રોત્સાહન આપવા માટે કુલ 35 સ્ટોલ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હસ્તકલાની વસ્તુઓ, ગૃહ ઉદ્યોગની પ્રોડક્ટ્સ અને અન્ય સ્થાનિક ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. ટંકારા નગરપાલિકા દ્વારા આયોજિત આ શોપિંગ ફેસ્ટિવલનો લાભ લેવા અને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહિત કરવા નગરજનોને અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments