Sunday, March 1, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપોકસોના કાયદાનો ગુનો પુરવાર ન થતા આરોપીને પોકસો કોર્ટે શીક્ષાપાત્ર ગુનામાંથી નીર્દોષ...

પોકસોના કાયદાનો ગુનો પુરવાર ન થતા આરોપીને પોકસો કોર્ટે શીક્ષાપાત્ર ગુનામાંથી નીર્દોષ છોડવાનો હુકમ કર્યો

હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોકસો સંબંધિત એક કેસમાં આરોપી દીપકભાઈ બળદેવભાઈ ઝીંઝુવાડીયાને નામદાર પોકસો કોર્ટે નિર્દોષ જાહેર કરવાનો હુકમ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ તા. 31-08-2020ના રોજ સાંજે આશરે 5:30 કલાકે આરોપીએ ફરીયાદીની 15 વર્ષ 10 માસની સગીર વયની દીકરી (જન્મ તા. 24-11-2004)નું અપહરણ કરી લગ્નના ઈરાદે લઈ જઇ શરીરસંબંધી ગુનો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદના આધારે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

કેસની સુનાવણી દરમિયાન ફરીયાદ પક્ષે રજૂ કરેલા પુરાવાઓથી બનાવના સમયે ભોગ બનનાર સગીર વયની હતી તે નિર્ભ્રાંત રીતે પુરવાર કરવામાં નિષ્ફળતા મળી હતી. ઉપરાંત તબીબી અધિકારીના પુરાવામાં પણ ભોગ બનનાર સાથે બળજબરી કે જોરજબરદસ્તી થયાનું સ્પષ્ટ પુરવાર થતું નથી એવું નોંધાયું હતું.

આ ઉપરાંત ફરીયાદી પક્ષના સાક્ષીઓ તેમજ સ્વતંત્ર સાક્ષીઓએ પણ પોતાના મૌખિક નિવેદનોમાં ફરીયાદના આક્ષેપોને પૂરતો આધાર આપ્યો ન હોવાનું કોર્ટે નોંધ્યું હતું. તમામ પુરાવા અને બન્ને પક્ષકારોની દલીલો ધ્યાનમાં લઈ, બચાવ પક્ષના વકીલ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો માન્ય રાખી, નામદાર કોર્ટે પોકસો કાયદા હેઠળનો ગુનો શંકા પરે પુરવાર ન થતાં આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો. આ કેસમાં આરોપી પક્ષ તરફથી મોરબી જિલ્લાના યુવા એડવોકેટ ખુશ્બુ પી. વિસાણી હાજર રહી દલીલો કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments