Sunday, March 1, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiધુળેટીના રંગો સામે ચામડીનું કેવી રીતે રક્ષણ કરશો ? ડો. જયેશ સનારિયાએ...

ધુળેટીના રંગો સામે ચામડીનું કેવી રીતે રક્ષણ કરશો ? ડો. જયેશ સનારિયાએ આપ્યા મહત્વના સુચનો

મોરબી: હોળી અને ધુળેટી એટલે રંગોનો ઉત્સવ. જોકે, આજના સમયમાં કુદરતી રંગોનું સ્થાન કેમિકલયુક્ત સિન્થેટીક રંગોએ લઈ લીધું છે. આ રંગો ચામડી, વાળ અને આંખો માટે અત્યંત નુકસાનકારક સાબિત થઈ શકે છે. ત્યારે આ હાનિકારક રંગોથી બચવા અને તહેવારની સુરક્ષિત ઉજવણી કરવા માટે મોરબીના શનાળા રોડ પર આવેલ ‘સ્પર્શ સ્કીન એન્ડ કોસ્મેટીક ક્લિનિક’ના નિષ્ણાત ડો. જયેશ એ. સનારિયા (M.B., D.V.D.) દ્વારા ત્વચા અને વાળની જાળવણી માટે કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓ અને ટિપ્સ આપવામાં આવી છે.

બજારમાં મળતા સિન્થેટીક રંગોમાં કોપર સલ્ફેટ, આયોડીન, લેડ ઓક્સાઈડ, મરક્યુરી સલ્ફેટ જેવા મેટલ અને કાચનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી ચામડીમાં બળતરા થવી, એલર્જી, ખંજવાળ, લાલ ચકામા પડવા, આંખો લાલ થવી કે તેમાંથી પાણી પડવું, અને વાળ બરછટ થવા જેવી ગંભીર સમસ્યાઓ સર્જાય છે. ખાસ કરીને જે લોકો ખીલ, ખરજવું, સોરાયસિસ કે ખોડો જેવી ચામડીની બીમારીથી પીડાય છે, તેમના રોગમાં આ સિન્થેટીક રંગોથી વધારો થઈ શકે છે. તેથી જ યોગ્ય કાળજી લેવી અનિવાર્ય છે.

(૧) હોળી રમવા જતાં પહેલાં ત્વચા ઉપર સનસ્ક્રીન અને મોઈસ્ચરાઈઝર વ્યવસ્થિત અને વધારે પ્રમાણમાં લગાવો.

(૨) આંખો ઢંકાય તેવા સનગ્લાસનો ઉપયોગ કરવો. લેન્સ પહેરતા હોય તો કાઢી નાખવા.

(૩) વાળમાં કોપરેલ તેલ અથવા એરંડીયાના તેલનું માલીસ કરવું તથા વાળ ઉપર રૂમાલ અથવા ઓઢણી બાંધીને પછી રમવા જવું.

(૪) હોઠ ઉપર લીપબામ, સનસ્ક્રીન અથવા મોઈસ્ચરાઈઝર લગાવવું.

(૫) નખની અંદર રંગો ભરાઈ ના જાય માટે નખ કાપેલા રાખવા તેમજ નેઈલ પેઈન્ટ લગાવવી.

(૬) જાડા સુતરાઉ કપડાં પહેરવા.

Back

Gujarati News›Morbi
ધુળેટીના રંગો સામે ચામડીનું કેવી રીતે રક્ષણ કરશો ? ડો. જયેશ સનારિયાએ આપ્યા મહત્વના સુચનો
કાર્તિક સોનેજી
Feb 28, 2026 05:17 PM

મોરબી: હોળી અને ધુળેટી એટલે રંગોનો ઉત્સવ. જોકે, આજના સમયમાં કુદરતી રંગોનું સ્થાન કેમિકલયુક્ત સિન્થેટીક રંગોએ લઈ લીધું છે. આ રંગો ચામડી, વાળ અને આંખો માટે અત્યંત નુકસાનકારક સાબિત થઈ શકે છે. ત્યારે આ હાનિકારક રંગોથી બચવા અને તહેવારની સુરક્ષિત ઉજવણી કરવા માટે મોરબીના શનાળા રોડ પર આવેલ ‘સ્પર્શ સ્કીન એન્ડ કોસ્મેટીક ક્લિનિક’ના નિષ્ણાત ડો. જયેશ એ. સનારિયા (M.B., D.V.D.) દ્વારા ત્વચા અને વાળની જાળવણી માટે કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓ અને ટિપ્સ આપવામાં આવી છે.

કેમિકલયુક્ત રંગોથી થતા નુકસાન

બજારમાં મળતા સિન્થેટીક રંગોમાં કોપર સલ્ફેટ, આયોડીન, લેડ ઓક્સાઈડ, મરક્યુરી સલ્ફેટ જેવા મેટલ અને કાચનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી ચામડીમાં બળતરા થવી, એલર્જી, ખંજવાળ, લાલ ચકામા પડવા, આંખો લાલ થવી કે તેમાંથી પાણી પડવું, અને વાળ બરછટ થવા જેવી ગંભીર સમસ્યાઓ સર્જાય છે. ખાસ કરીને જે લોકો ખીલ, ખરજવું, સોરાયસિસ કે ખોડો જેવી ચામડીની બીમારીથી પીડાય છે, તેમના રોગમાં આ સિન્થેટીક રંગોથી વધારો થઈ શકે છે. તેથી જ યોગ્ય કાળજી લેવી અનિવાર્ય છે.

હોળી રમ્યા પહેલાં આટલી કાળજી રાખો:

(૧) હોળી રમવા જતાં પહેલાં ત્વચા ઉપર સનસ્ક્રીન અને મોઈસ્ચરાઈઝર વ્યવસ્થિત અને વધારે પ્રમાણમાં લગાવો.

(૨) આંખો ઢંકાય તેવા સનગ્લાસનો ઉપયોગ કરવો. લેન્સ પહેરતા હોય તો કાઢી નાખવા.

(૩) વાળમાં કોપરેલ તેલ અથવા એરંડીયાના તેલનું માલીસ કરવું તથા વાળ ઉપર રૂમાલ અથવા ઓઢણી બાંધીને પછી રમવા જવું.

(૪) હોઠ ઉપર લીપબામ, સનસ્ક્રીન અથવા મોઈસ્ચરાઈઝર લગાવવું.

(૫) નખની અંદર રંગો ભરાઈ ના જાય માટે નખ કાપેલા રાખવા તેમજ નેઈલ પેઈન્ટ લગાવવી.

(૬) જાડા સુતરાઉ કપડાં પહેરવા.

હોળી રમ્યા પછીની કાળજી:

(૧) સૌ પ્રથમ ડ્રાય કલર ખંખેરીને શરીર પરથી દૂર કરવો. ત્યાર પછી ૫-૧૦ મિનિટ શાવર નીચે ઉભા રહીને સ્નાન કરો.

(૨) હૂંફાળા ગરમ પાણીથી નહાવું તેમજ કુદરતી સાબુનો ઉપયોગ કરવો.

(૩) વાળને શેમ્પુથી ધોવા તેમજ કન્ડીશનર કરવું અને તેલ લગાવવું.

(૪) ચામડી પરથી રંગ દૂર ન થાય તો તેને બહુ ઘસવી નહિ.

(૫) રંગ દૂર કરવા સ્ક્રબનો ઉપયોગ કરવો નહિ.

(૬) કોઈપણ પ્રકારની બ્યુટી પ્રોસીઝર જેવી કે બ્લિચિંગ, વેક્સિંગ, થ્રેડીંગ, પ્લકિંગ, સ્ક્રબિંગ તેમજ ફેસીયલ કરવું નહિ.

(૭) ઉપરોક્ત કાળજી લેવા છતાં ચામડીમાં બળતરા થાય, બરછટ થાય, લાલ ચકામા થાય, તો નજીકના સ્કીન સ્પેશ્યાલીસ્ટને બતાવીને તેમનો અભિપ્રાય લેવો.

વધુ માહિતી અને માર્ગદર્શન માટે સંપર્ક:
સ્પર્શ સ્કીન એન્ડ કોસ્મેટીક ક્લિનિક
એપલ હોસ્પિટલ, બીજા માળે, ઉમિયા હોલ સામે, પૃથ્વીરાજ પ્લોટ-૨, મહેશ હોટલવાળી શેરી, ક્રિષ્ના હોસ્પિટલ પાછળ, શનાળા રોડ, મોરબી.
ફોન: (૦૨૮૨૨) ૨૨૬૬૬૫

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments