મોરબી : મોરબી શહેરમાં વિવિધ સ્થળોએ અંદાજે એકાદ ડઝન જેટલી કારના કાચ તોડી નાખનાર ગેંગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જો કે, પોલીસ ફરિયાદમાં બે બનાવ અંગે જ ફરિયાદ નોંધાઇ છે.સીસીટીવી ફુટેજના આધારે વાહન માલીકે ત્રણ આરોપીઓ સામે ગુન્હો નોંધાવ્યો હતો.
મોરબી શહેરમાં શનિવારે રાત્રીના સમયે અલગ અલગ વિસ્તારમાં અંદાજે 15 જેટલી કારના કાચ તોડી નાખવાના બનાવ બાદ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી કાનાભાઈ પાલાભાઈ ડાંગર રહે.સદગુરુ મિલ કોલોની સામે,મોરબી વાળાએ પોતાની ઓફીસ પાસે પાર્ક કરેલ કેરી વાહનના કાચ તોડવા મામલે સીસીટીવીમાં દેખાતા ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.સાથે જ તા.27ના રોજ શક્તિ પ્લોટ દેરાસર વાળી શેરીમાં રહેતા સાહેદ જીજ્ઞેશભાઈ બુધદેવની ગાડીના કાચ તોડવા મામલે પણ ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.













