નવયુગ સંકુલ, વિરપર ખાતે નેશનલ સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી. આ અવસરે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરવામાં આવી, જેમાં
ઓર્ગેનિક ખેતી
વાયુ પ્રદૂષણ
જળ પ્રદૂષણ
આરોગ્ય સંબંધિત કૃતિઓ
આધુનિક ટેકનોલોજી
વિષયક મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં તમામ વિજ્ઞાન વિષય ના શિક્ષકો તેમજ પ્રિન્સિપાલ શ્રી રાવલ સરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો. આ કાર્યક્રમમાં પ્રેરણાસ્ત્રોત પી.ડી.કાંજીયા સર, બળદેવ સર તથા દરેક વિભાગીય વડા ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રેરણા પુરી પાડી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવ્યો.













