Monday, March 2, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદની તક્ષશિલા વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી

હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી

મયુર રાવલ હળવદ

ક્વિઝ, વકતૃત્વ, ચાર્ટ અને મોડેલ સ્પર્ધાઓથી વિજ્ઞાનમય માહોલ સર્જાયો

હળવદ: રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે હળવદની તક્ષશિલા વિદ્યાલય ખાતે વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન ગુર્જરી – સુરેન્દ્રનગર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમ અંતર્ગત પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી સી. વી. રામન અને તેમની શોધ રામન ઇફેક્ટ વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત પ્રાથમિક અને માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે જરૂરી વિજ્ઞાનના મોડેલ તથા ચાર્ટ મેકિંગ સ્પર્ધાઓ યોજાઈ હતી.
વિદ્યાર્થીઓએ પોતાના ઘર અને આસપાસ ઉપલબ્ધ વેસ્ટ સામગ્રીમાંથી “વેસ્ટ ટુ બેસ્ટ” થીમ હેઠળ ઝીરો બજેટમાં વિવિધ પ્રયોગો અને મોડેલો તૈયાર કરી સર્જનાત્મકતા દર્શાવી હતી. “રામજીદાદાની નિશાળ” હેઠળ હળવદના નિવૃત કેળવણી નિરીક્ષક રામજીભાઈ જાકાસણિયા દ્વારા ઝીરો બજેટ થીમ મુજબ વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો કરાવવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ક્વિઝ, વકતૃત્વ, ચાર્ટ મેકિંગ અને મોડેલ બનાવવાની સ્પર્ધાઓ યોજાઈ હતી. વિજ્ઞાન ગુર્જરીના સંયોજક આરતીબેન દવેએ વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments