Monday, March 2, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી અને ટંકારામાં વિદેશી દારૂ- બિયર સાથે ત્રણ ગિરફ્તાર

મોરબી અને ટંકારામાં વિદેશી દારૂ- બિયર સાથે ત્રણ ગિરફ્તાર

ટંકારા પોલીસે હમીરપર નજીક દરોડો પાડી ઇકો કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો

મોરબી : મોરબી શહેર, તાલુકા તેમજ ટંકારા તાલુકા વિસ્તારમાં પોલીસે અલગ અલગ ત્રણ દરોડા પાડી વિદેશી દારૂ અને બિયર સાથે ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા.જેમાં ટંકારા તાલુકાના હમીરપર નજીક ઇકો કાર તેમજ વાડીમાંથી દારૂ ઝડપી લેતા સમયે એક આરોપી નાસી જતા ઇકો સહિતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.

પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસે અયોધ્યાપુરી મેઈન રોડ પર મચ્છુ માતાજીના મંદિર નજીકથી આરોપી મુસ્તાક ઉર્ફે મુસો જુસબભાઈ કટિયા રહે.અયોધ્યપૂરી રોડ વાળાને બિયરના એક ટીન કિંમત રૂપિયા 150 સાથે ઝડપી લીધો હતો.બીજા બનાવમાં તાલુકા પોલીસે રાજપર – નસીતપર રોડ પરથી મધ્યપ્રદેશના વતની આરોપી હિમચંદ્ર લાલચંદ્ર ભાભર રહે.મગનભાઈ પટેલની વાડી, રાજપર ગામની સીમ વાળાને વિદેશી દારૂની 10 બોટલ કિમત રૂપિયા 7000 સાથે ઝડપી લીધો હતો.

જ્યારે ટંકારા પોલીસે ત્રીજા દરોડામાં હમીરપર ગામના પાટિયા સામે આવેલ રસ્તેથી મધ્યપ્રદેશના વતની આરોપી મેરસિંહ ઉર્ફે નરસીભાઈ જુવાભાઈ મેડા રહે.હાલ છતર ગામની સીમ વાળાને ઇકો કાર નંબર જીજે – 16 – બીજી – 0731ની સીટમાં તેમજ ઓરડી નજીકથી વિદેશી દારૂની 21 મોટી બોટલ તેમજ પ્લાસ્ટિકના 180 મીલી માપના 44 ચપલા મળી કુલ 18,045નો દારૂ તેમજ 1,50,000ની કિંમતની ઇકો સાથે ઝડપી લીધો હતો.જો કે, દરોડા દરમિયાન આરોપી પ્રદીપ ખુમસિંહ ડામોર રહે.હમીરપર ગામની સિમ, મૂળ રહે.મધ્યપ્રદેશ વાળો નાસી જતા ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments