Saturday, March 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં કાંતિભાઈ અમૃતિયાના જન્મદિવસ નિમિત્તે રવિવારે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

મોરબીમાં કાંતિભાઈ અમૃતિયાના જન્મદિવસ નિમિત્તે રવિવારે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

મોરબી : મોરબી-માળિયા વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી કાંતિભાઈ અમૃતિયાના 64મા જન્મદિવસ નિમિત્તે આગામી રવિવારે મોરબીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ તેઓએ કેન્સર સામે જંગ જીતીને પોતાના દ્રઢ મનોબળનો પરિચય આપ્યો છે, ત્યારે તેમના જન્મદિવસને યાદગાર બનાવવા અને સેવાકાર્યના હેતુથી ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તેમના દીર્ઘાયુષ્યની કામના કરવામાં આવશે.

આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ તારીખ 08-03-2026, રવિવારના રોજ મોરબી-2 માં આવેલ ઉમા ટાઉનશીપ ખાતે યોજાશે. કાર્યક્રમનો પ્રારંભ સવારે 8:00 કલાકે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવશે.

આગામી 8 માર્ચના રોજ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ પણ હોવાથી આ કેમ્પમાં બહેનોને પણ મોટી સંખ્યામાં રક્તદાન કરી આ સેવાયજ્ઞમાં સહભાગી થવા ખાસ અપીલ કરવામાં આવી છે. કાંતિભાઈ અમૃતિયા ટૂંક સમયમાં જ પૂર્ણ સ્વસ્થ થઈને ફરી જનસેવામાં કાર્યરત થાય તેવા આશય સાથે આ આયોજન કરાયું છે.

ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ, વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ અને સંસ્થાના હોદ્દેદારોને આ કેમ્પમાં ઉપસ્થિત રહેવા અને રક્તદાન કરી કોઈનું જીવન બચાવવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments