Saturday, March 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં  ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજાશે

મોરબીમાં  ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજાશે

વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહિલાઓનું થશે સન્માન

મોરબી તા.૬ માર્ચ – જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તા.૯.૩.૨૬ ના રોજ સવારે ૧૧.૩૦ કલાકે પટેલ સમાજની વાડી સનાળા રોડ ખાતે  જિલ્લા કક્ષાનું મહિલા  સંમેલન યોજાશે.

મોરબી જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાનાર જિલ્લા કક્ષાના સંમેલનમાં મહિલા સંમેલનમાં મહિલાલક્ષી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેક તથા મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવશે. જેમાં ખાસ કરીને વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના સહિત અન્ય સરકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ આપવામાં આવશે. વિશેષ સિદ્ધિ પ્રાપ્ત મહિલાઓનું સન્માન પણ કરાશે.

સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાના માર્ગદર્શન મુજબ વર્ષ ૨૦૨૬ માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ “Rights. Justice. Action. For All Women and Girls” જાહેર કરવામાં આવી છે. આ થીમને ધ્યાનમાં રાખીને મહિલાઓના સશક્તિકરણ, તેમની ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા  કાર્યક્રમ યોજાશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments