જાંબુડિયા ગામની સીમમાં આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતી વખતે યુવાનને વીજશોક લાગતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં આવેલ મેક્ષગેનીટો સિરામિકમાં રહીને કામ કરતા સુમિતકુમાર શ્યામનારાયણ ચૌહાણ (ઉ.વ.૨૩) નામના યુવાન ગત તા. ૦૬ ના રોજ ફેકટરીમાં કામ કરતા હતા ત્યારે કોઈ કારણોસર ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે










