Saturday, March 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં રામ નવમીની શોભાયાત્રાના આયોજન અર્થે આગામી બુધવારે મહત્વની બેઠક યોજાશે

મોરબીમાં રામ નવમીની શોભાયાત્રાના આયોજન અર્થે આગામી બુધવારે મહત્વની બેઠક યોજાશે

મોરબી : મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના જન્મોત્સવ એટલે કે રામ નવમી નિમિત્તે સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા દર વર્ષે મોરબીના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે પણ શોભાયાત્રાના સુવ્યવસ્થિત આયોજન માટે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બેઠક આગામી તારીખ ૧૧/૦૩/૨૦૨૬ ને બુધવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે અયોધ્યાપુરી રોડ પર આવેલ જલારામ મંદિર ખાતે યોજાશે. આયોજકો દ્વારા જણાવાયું છે કે બેઠક રાત્રે ૯:૩૦ કલાકે ચોક્કસ સમયે શરૂ થઈ જશે, તેથી સર્વેએ સમયસર ઉપસ્થિત રહેવું. બેઠક પૂર્ણ થયા બાદ સૌ માટે અલ્પાહારની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.

આગામી તહેવારની ઉજવણીની રૂપરેખા તૈયાર કરવા માટે આ બેઠકમાં તમામ હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ, હિન્દુ સમાજના અગ્રણીઓ અને વિવિધ એસોસિએશનના મોભીઓને અચૂકપણે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments