Saturday, March 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના હરિપર ગામ નજીક ડમ્પર પાછળ ટ્રેઇલર ઘુસી જતા ચાલકને ઈજા

મોરબીના હરિપર ગામ નજીક ડમ્પર પાછળ ટ્રેઇલર ઘુસી જતા ચાલકને ઈજા

મોરબી માળિયા હાઈવે પર હરીપર ગામ નજીક ટ્રક ટ્રેઇલર આગળ જતા ડમ્પર પાછળ અથડાતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ટ્રેઇલર ચાલકને ઈજા પહોંચી હતી અને ટ્રેઇલરને નુકશાન થયું છે

કચ્છના અંજાર તાલુકાના રહેવાસી ઇકબાલ સુલતાન બાવા (ઉ.વ.૩૧) વાળાએ ટ્રેઇલર જીજે ૧૫ એવી ૨૩૫૬ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૬ માર્ચના રોજ ફરિયાદી  પોતાનું ડમ્પર જીજે ૧૨ બીવી ૩૭૧૮ લઈને માળિયા મોરબી હાઈવે પરથી જતા હતા ત્યારે હરીપર કેરાળા ગામના બોર્ડ આગળ સાગર પાઈપ કારખાના પાસે ટ્રેઇલર ચાલકે પોતાનું ટ્રેઇલર પુરઝડપે ચલાવી ફરિયાદીના ડમ્પર પાછળ ભટકાડી અકસ્માત કર્યો હતો અકસ્માતમાં ટ્રેઇલર ચાલકને બંને પગમાં ગંભીર ઈજા પહોંચાડી તેમજ ટ્રક ટ્રેઇલરને નુકશાન કર્યું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments