Saturday, March 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદ શહેર બ્રહ્મસમાજ દ્વારા જિલ્લા ભાજપ મહામંત્રી તપન દવેનો સન્માન સમારોહ યોજાયો

હળવદ શહેર બ્રહ્મસમાજ દ્વારા જિલ્લા ભાજપ મહામંત્રી તપન દવેનો સન્માન સમારોહ યોજાયો

હળવદ: હળવદ શહેરના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સેવાભાવી યુવા નેતા તપન દવેની મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે વરણી થતા તેમનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના આગેવાનો અને શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તપન દવેને સોંપાયેલી નવી જવાબદારી બદલ અત્યાર સુધીમાં ૨૦થી વધુ સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું છે. હળવદમાં યોજાયેલા આ પ્રસંગે મોરબી જિલ્લા મુખ્ય સરકારી વકીલ વિજયભાઈ જાની, હળવદ નગરપાલિકા પ્રમુખ ફોરમબેન વિશાલભાઈ રાવલ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બિપીનભાઈ દવે, દીપકદાશજી મહારાજ, નવલભાઈ શુક્લ અને ભગતભાઈ રાવલ સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી. તમામ મહાનુભાવોએ તપન દવેને શુભેચ્છાઓ પાઠવી તેમના સેવાકાર્યોની પ્રશંસા કરી હતી.

વક્તાઓએ જણાવ્યું હતું કે, તપન દવે ગૌસેવા, માનવસેવા અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓમાં સતત સક્રિય રહ્યા છે. તેમના દ્વારા નેત્રયજ્ઞ કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, વિધવા સહાય અને આયુષ્માન કાર્ડ કેમ્પ જેવા અનેક સેવાકીય કાર્યો થકી જરૂરિયાતમંદોને મદદ પહોંચાડવામાં આવી છે. વધુમાં જણાવાયું હતું કે, તપન દવેનો પરિવાર જનસંઘના સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને તેમની સફળતામાં પિતા રાજુભાઈ દવે, માતા વર્ષાબેન દવે, પત્ની વંદનાબેન દવે, ભાઈ વિરલભાઈ તેમજ બિપીનભાઈ દવેનો સતત સહયોગ રહ્યો છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્રહ્મ સમાજના પ્રમુખ જિજ્ઞાસુભાઈ પંચોલી, મયુરભાઈ મહેતા, વિપુલભાઈ દવે, કેદારભાઈ રાવલ સહિતના યુવા બ્રહ્મબંધુઓએ ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં સમાજ અને રાષ્ટ્રસેવામાં તપન દવે વધુ ઉર્જા સાથે આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments