Saturday, March 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં વેરો ન ભરનારા સામે મહાનગરપાલિકાની લાલ આંખ: 108 મિલકતો સીલ, 1275...

મોરબીમાં વેરો ન ભરનારા સામે મહાનગરપાલિકાની લાલ આંખ: 108 મિલકતો સીલ, 1275 ને વોરંટ ઈસ્યુ

મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 માટે પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા અત્યાર સુધીમાં વેરો ન ભરનાર કુલ 1275 આસામીઓને વોરંટ ઇસ્યુ કરી નોટિસ આપવામાં આવી છે.

વેરા વસૂલાતની કડક ઝુંબેશ અંતર્ગત 108 બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવી છે. આ પૈકી 42 બાકીદારોએ વેરાની રકમ ભરપાઈ કરતા તેમની મિલકતોના સીલ ખોલવામાં આવ્યા છે. જ્યારે હાલમાં 64 મિલકતો હજુ પણ સીલ કરાયેલી છે. રહેણાક મિલકતમાં વેરો ભરપાઈ ન કરનાર 2 આસામીઓના નળ કનેક્શન પણ કાપવામાં આવ્યા છે. આ સીલિંગ અને વોરંટ બજવણીની કામગીરી દરમિયાન શહેર વિસ્તારમાંથી કુલ 27.37 કરોડ રૂપિયા અને વિવિધ ક્લસ્ટર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી 2.57 કરોડ રૂપિયાની આવક મિલકતવેરા શાખાને થઈ છે.

તંત્ર દ્વારા કડક ચેતવણી આપવામાં આવી છે કે આગામી સમયમાં જે રહેણાંક મિલકતોનો 10,000 રૂપિયાથી વધુનો મિલકતવેરો બાકી હશે, તેવા આસામીઓને રૂબરૂ તેમજ મોબાઈલ દ્વારા વોરંટ અપાશે. જો ત્યારબાદ પણ ટેક્સ ભરપાઈ કરવામાં નહીં આવે તો તેવી રહેણાક મિલકતોના નળ અને ડ્રેનેજ કનેક્શન કાપી નાખવામાં આવશે. મિલકતવેરા શાખાની આ વોરંટ બજવણી અને સીલિંગની પ્રોસેસ 31-03-2026 સુધી યથાવત રહેશે. જો મિલકતધારકો દ્વારા ટેક્સ નહીં ભરવામાં આવે તો બાકી મિલકતવેરા પર 18% વ્યાજ પણ લગાવવામાં આવશે.

કરદાતાઓની સુવિધા માટે મોરબી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તથા વિવિધ ક્લસ્ટર ઓફિસો ખાતે 31-03-2026 સુધી દર શનિવારે પણ મિલકત વેરો સ્વીકારવામાં આવશે. મહાનગરપાલિકાની મુખ્ય ઓફિસમાં સવારે 10:30 થી સાંજે 5:00 વાગ્યા સુધી અને કુલ 11 ક્લસ્ટર ઓફિસો (નાની વાવડી, અમરેલી, મહેન્દ્રનગર, ભડીયાદ, ત્રાજપર, ગ્રીનચોક લાઈબ્રેરી, વિશ્વકર્મા બાલમંદિર-વાંકાનેર દરવાજા પાસે, શનાળા, રવાપર અને લીલાપર પંચાયત) ખાતે સવારે 10:30 થી સાંજના 04:00 કલાક સુધી વેરો ભરી શકાશે. મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના રૂમ નં-9માં POS મશીન દ્વારા પણ વેરો સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત, મિલકતધારકો મોરબી મહાનગરપાલિકાની વેબસાઈટ https://mmcgujarat.in/ મારફતે અથવા Play Store પરથી મોરબી મહાનગરપાલિકાના લોગોવાળી એપ્લિકેશન “Morbi Municipal Corporation” ડાઉનલોડ કરીને પણ ઓનલાઈન મિલકત વેરો અને વ્યવસાયવેરો સરળતાથી ભરી શકે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments