આજે કચ્છ લોકસભાના સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા ના જન્મદિવસની ઉજવણી નિમિત્તે કચ્છની વિવિધ સેવાકીય સંસ્થાઓ અને સંગઠનો દ્વારા સેવાકીય કાર્યો કરી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. જેમાં સમાજ નવનિર્માણ ટ્રસ્ટ તથા ગ્લોરી ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણ, ભુજ શહેર ભાજપ તેમજ શશિ ફાઉન્ડેશન દ્વારા બાળકો ને સુ-પોષિત કીટ વિતરણ તથા કેક કટિંગ કાર્યક્રમ, આયુષ હોસ્પિટલ મધ્યે મેડિકલ કેમ્પનું આયોજન, ટી.બી. ના દર્દીઓ ને પોષણ કીટ નું વિતરણ, કચ્છી વાલ્મીકિ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, સુમરાસર શેખ દુધ ઉત્પાદન સહકારી મંડળી દ્વારા સુમરાસર મધ્યે ટીબી ના દર્દીઓને પોષણ કીટ વિતરણ, ભુજ મધ્યે શ્રમિકો ને રાશન કીટ વિતરણ, વિરામ હોટેલ –ભુજ મધ્યે દિવ્યાંગો ને સાધન સહાય વિતરણ, કચ્છ જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા દ્વારા રામદેવ સેવા ટ્રસ્ટમાં રહેતા નિરાધાર લોકો સાથે ભોજન તેમજ કેક કટીંગ, શ્રી હરી શાંતિનિકેતન વૃદ્ધાશ્રમ મધ્યે વડીલો ને મિષ્ટાન સાથે ભોજન, ભીમ રત્ન કન્યા છાત્રાલય મધ્યે શૈક્ષણીક કીટ વિતરણ તેમજ કેક કટીંગ, નવ ચેતન અંધજન મંડળ મધ્યે બાળકો ને મિષ્ટાન સાથે ભોજન તેમજ આરોગ્ય અને સ્વાસ્થ્ય કીટ વિતરણ, ભાજપ બક્ષીપંચ મોરચા તેમજ માંડવી ગઢશિશા ભાજપ પરિવાર દ્વારા બાળકો ને શૈક્ષણીક કીટ સાથે મીઠાઇ વિતરણ, માંડવી તાલુકા અનુ. જાતિ મોરચા દ્વારા વિધાર્થીઓ ને અલ્પાહાર, એન્જલ ગ્રુપ ભીમાસર દ્વારા કુપોષિત બાળકો માટે પોષણ કીટ વિતરણ, મેઘવંશી ફ્રેન્ડ્સ ગ્રુપ કચ્છ દ્વારા શૈક્ષણીક કીટ તથા કેક કટીંગ, VLC ગ્રુપ ભુજ દ્વારા વડીલો ને મિષ્ટાન સાથે ભોજન, આ પ્રસંગે શ્રી સર્વ સમાજ સેવા મેડીકલ એન્ડ એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ભુજ મધ્યે ગૌ માતાને ઘાસ ચારાનું નિરણ આપવામાં આવ્યું, શ્રી યક્ષ મંદિર ટ્રસ્ટ, માધાપર દ્વારા ગૌ માતાને ઘાસ ચારાનું નિરણ આપવામાં આવ્યું, નખત્રાણા તાલુકા ભા.જ.પ દ્વારા વિકલાંગ બાળકો સાથે કેક કાપી અને બાળકોને કીટ વિતરણ કરવામા આવી, શ્રી મમુઆરા ગ્રામ પંચાયત દ્વારા બાલ મંદિરના બાળકોને લંચ બોક્સ વિતરણ કરાયા, ભચાઉ શહેર/તાલુકા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા ભચાઉ સરકારી દવાખાના મુકામે દર્દીઓને ફ્રુટ વિતરણ તથા ભચાઉ પ્રાથમિક શાળા નંબર-૪ મધ્યે શાળાના બાળકોને અલ્પાહાર કરાવવામાં આવ્યું, મુન્દ્રા તાલુકા ભા.જ.પ દ્વારા અહિંસાધામ, પ્રાગપર ખાતે ગાયોને ચારો અને વિવિધ જીવદયાની પ્રવૃત્તિ સાથે ઉજવણી કરવામાં આવી, સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ-ભુજ દ્વારા માધાપર ખાતે રામનગરી પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ તથા સુખપર ગામે કુમાર શાળા નંબર-૧ ખાતે બાળકોને અલ્પાહાર સાથે શૈક્ષણિક કીટ આપવામાં આવી, પીઝાલીયો રેસ્ટોરેન્ટ પરિવાર ગાંધીધામ દ્વારા બાળકો ને અલ્પાહાર, મુંદ્રા શહેર ભાજપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ, લખપત તાલુકા ભાજપ દ્વારા કેસવ છાત્રાલય દયાપર મધ્યે બાળકો ને ભોજન, અંજાર શહેર – તાલુકા ભાજપ દ્વારા રામસખી મંદિર ખાતે શ્રમિક ભાઈ બહેનો ને ભોજન, ડગાડા ગ્રામ પંચાયત દ્વારા પ્રાથમિક શાળા ખાતે બાળકો ને શૈક્ષણીક કીટ વિતરણ કરવામાં આવ્યું.
સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી નિમિત્તે વિવિધ સેવાકીય સંસ્થાઓ અને સંગઠનો દ્વારા આયોજિત સેવા કાર્યો માટે સંસ્થાના હોદ્દેદારો, પાર્ટી આગેવાનો, કાર્યકર્તાઓ અને મિત્રોનો હ્રદયપુર્વક આભાર વ્યક્ત કર્યો હતો..




















