Saturday, March 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની નવયુગ સ્કૂલમાં સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળના સંતોની પધરામણી

મોરબીની નવયુગ સ્કૂલમાં સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળના સંતોની પધરામણી

મોરબી : મોરબી શહેરમાં આવેલી નવયુગ સ્કૂલમાં સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ (ધાંગધ્રા)ના સંસ્થાપક સદગુરુ રામકૃષ્ણ દાસજી સ્વામી, હરિકૃષ્ણ મહારાજ અને અન્ય સંતોની પધરામણી કરવામાં આવી હતી. આ તકે નવયુગ સ્કૂલના પી.ડી. કાંજિયા, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ ઠાકોરજી મહારાજ, ગુરુજી તેમજ સંતોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

આ પધરામણી નિમિત્તે શાળા પરિસરમાં સુંદર ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું. સદગુરુ રામકૃષ્ણ દાસજી સ્વામીએ ઉપસ્થિત તમામને ભારતીય સંસ્કૃતિમાં સંસ્કારોનું શું મહત્વ છે તે વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે પી.ડી. કાંજિયાએ પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.

શાળામાં યોજાયેલ કાર્યક્રમ બાદ પી.ડી. કાંજિયાના નિવાસસ્થાને પણ હરિકૃષ્ણ મહારાજ અને સંતોની પધરામણી થઈ હતી. આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમમાં ગુણવંતભાઈ આરદેસણા પણ સાથે રહ્યા હતા અને દર્શન-સત્સંગનો લાભ લીધો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments