Monday, March 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળિયાના સરવડ નજીક ટેન્કર સાથે અથડાયા બાદ એસટી બસ રોડ નીચે ઉતરી

માળિયાના સરવડ નજીક ટેન્કર સાથે અથડાયા બાદ એસટી બસ રોડ નીચે ઉતરી

જામનગર હાઈવે પર સરવડ ગામ નજીક ટેન્કર સાથે અથડાયા બાદ એસટી બસ રોડ નીચે ગટરમાં ઉતરી ગઈ હતી અને પાછળના ભાગે એસટી બસમાં નુકશાન પહોંચ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે

માળિયાના મોટી બરાર ગામે રહેતા અને એસટી બસના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ સવાભાઇ હુંબલે ટેન્કર જીજે ૩૬ ટી ૬૭૮૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૭ ના રોજ જામનગર હાઈવે પર સરવડ ગામના નાલા પાસે ટેન્કર ચાલકે પુરઝડપે ચલાવી એસટી બસ જીજે ૧૮ ઝેડ ૫૯૮૬ ડ્રાઈવર સાઈડે પાછળના ભાગે અથડાવી અકસ્માત સર્જ્યો હતો જેમાં ફરિયાદીની એસટી બસ રોડ સાઈડે ગટરમાં ઉતરી જતા આગળ અને પાછળના ભાગે એસટી બસમાં નુકશાન થયું છે માળિયા (મી.) પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments