Monday, March 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજાયું

મોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજાયું

આ તકે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધીએ ઉપસ્થિત મહિલાઓને જણાવ્યું હતું કે, મહિલાઓની માતા, દીકરી, સાસુ સહિતની અનેક ભૂમિકા છે. તે જ ઘરને સ્વર્ગ બનાવે છે. તે વધતા જતા વૃદ્ધાશ્રમોને ઓછા કરી શકે છે. માતા એ સૃષ્ટિનું સર્જન છે, ત્યારે તેનું સન્માન થવું જ જોઈએ. આજે વિશ્વની અંદર સામાજિક અને આર્થિક ક્ષેત્રોમાં મહિલાઓનું મહત્વનું યોગદાન રહેલું છે. સરકાર દ્વારા મહિલાઓને વિવિધ ક્ષેત્રે ૩૩ ટકા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૫૦ ટકા અનામત આપવામાં આવી છે. સત્તામાં મહિલાઓની ભાગીદારી એ નારી સશક્તિકરણના ક્ષેત્રે પ્રગતિ દર્શાવે છે. સરકાર દ્વારા દીકરીઓ અને મહિલાઓ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અને વિશેષ અભિયાનો પણ ચલાવવામાં આવે છે.

જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયાએ કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં આપણે નારી શક્તિની પૂજા કરતા આવ્યા છીએ. દેશની આઝાદી માટે પણ અનેક મહિલાઓ લડી હતી. મોરબી જિલ્લામાં અનેક અધિકારીઓ મહિલા છે તે ગૌરવની વાત છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments