Monday, March 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના ભલગામ નજીક હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની ઠોકરે આધેડનું મોત

વાંકાનેરના ભલગામ નજીક હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની ઠોકરે આધેડનું મોત

વાંકાનેર તાલુકાના ભલગામ નજીક હીટ એન્ડ રનના બનાવમાં રાહદારી આધેડનું મોત થયું છે પગપાળા ચાલીને જતા આધેડને અજાણ્યા વાહનચાલકે ઠોકર મારતા મોત થયું હતું અકસ્માત બાદ વાહન લઈને ચાલક નાસી ગયો હતો

વાંકાનેર તાલુકાના ભલગામના રહેવાસી આશિષ જગુભાઈ બેડવા (ઉ.વ.૨૩) નામના યુવાને અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૭ ના રોજ રાત્રીના નવેક વાગ્યે ફરિયાદીના પિતા જગુભાઈ હમીરભાઈ બેવડા નવા ભલગામથી જુના ભલગામ ચાલીને ઘરે જતા હતા ત્યારે રામદેવપીર મંદિર પાસેથી વાંકાનેર બાઉન્ડ્રીથી વાંકાનેર તરફ જતા હાઈવે ક્રોસ કરતા અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા જગુભાઈનું મોત થયું હતું અકસ્માત બાદ પોતાનું વાહન લઈને અજાણ્યો વાહનચાલક નાસી ગયો હતો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments