Tuesday, March 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsટંકારામાં વિશ્વ મહિલા દિવસ દરમિયાન ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન.

ટંકારામાં વિશ્વ મહિલા દિવસ દરમિયાન ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન.

આજ રોજ ટંકારા મુકામે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણીનાં ભાગરૂપે ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.

ઉગમણાં નાકા વિસ્તારમાં ચિત્રકૂટ ધામ ખાતે બપોરે બે થી પાંચ દરમિયાન યોજાયેલાં મેડિકલ કેમ્પ માં મોરબીથી વેલ કેર હોસ્પિટલનાં ડો. યશ કડિવાર, દેવકી હોસ્પિટલનાં ડો.પાયલ ફળદુ, અભય સરડવા સહિત અનેક સેવાભાવી ડોક્ટર્સની ટીમે ઉત્કૃષ્ટ સેવા આપી હતી.
જેમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.

મહિલા દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં પાલણપીર મેડીનાં મહંત શ્રી દેશા આપા તેમજ રાજુ આપાએ ખાસ હાજરી આપી હતી.
ચોટીલા થી ડો. હરેશ પંડ્યા સર તેમજ કેતન માકડિયા ઉપસ્થિત રહ્યાં હતાં.

કાર્યક્રમ ને સફળ બનાવવાં બહુજન કર્મશીલ નાગજીભાઈ ચૌહાણ, યોગા ટીચર એડ. કંચનબેન સારેસા, પાટીદાર વુમન્સ ગૃપનાં પ્રણેતા સાધનાબેન ઘોડાસરા તેમજ કાજલબેન આદ્રોજા તથા મૂકેશભાઈ ગેડિયાએ જહેમત ઉઠાવી હતી.

આ તકે એડ.જોશનાબેન ચૌહાણ, એડ.મનસુખભાઈ ચૌહાણ, નાથાભાઈ રબારી, લલિતભાઈ સારેસા, રીનાબેન જાદવ, કવિતાબેન ચૌહાણ, કિરણબેન સારેસા, દિશાબેન ચૌહાણ, સરોજબેન સારેસા વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments