શનાળા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા ૫૦ વર્ષીય આધેડે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું
મોરબીના શનાળા રોડ પર આવેલ હાઉસિંગ બોર્ડ ત્રણ માળિયામાં રહેતા અને રીક્ષા ડ્રાઈવિંગ કરતા કાનજીભાઈ મોહનભાઈ મકવાણા (ઉ.વ.૫૦) નામના આધેડે ગત તા. ૦૯ ના રોજ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું છે મોરબી એ ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે










