Tuesday, March 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા પંચાયત પ્રમુખ 3 દિવસ વર્કશોપમાં દિલ્હી જશે, ઉપપ્રમુખને સોંપાયો ચાર્જ

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ 3 દિવસ વર્કશોપમાં દિલ્હી જશે, ઉપપ્રમુખને સોંપાયો ચાર્જ

મોરબી : મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન જેઠાભાઈ પારેઘી આગામી ત્રણ દિવસ માટે દિલ્હી ખાતે યોજાનાર વર્કશોપમાં હાજરી આપવા જઈ રહ્યા છે. દિલ્હીમાં ૧૧-૦૩-૨૦૨૬ ના રોજ આયોજિત નેશનલ કોન્ફરન્સ ઓફ WER વર્કશોપમાં તેઓનું નોમિનેશન થયું છે.

આ વર્કશોપમાં જવા માટે તેઓ ૧૦-૦૩-૨૦૨૬ ની ફ્લાઇટ દ્વારા દિલ્હી જવા રવાના થશે, જેના કારણે ૧૦-૦૩-૨૦૨૬ ના રોજ મળનારી ખાસ સામાન્ય સભામાં તેઓ ઉપસ્થિત રહી શકે તેમ નથી. તેમની ગેરહાજરીના સમયગાળા દરમિયાન, એટલે કે તા. ૧૦-૦૩-૨૦૨૬ થી ૧૨-૦૩-૨૦૨૬ સુધી, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેનો ચાર્જ, તમામ સત્તાઓ અને કાર્યો ઉપપ્રમુખ હિરાલાલ જીવણભાઈ ટમારીયાને સોંપવામાં આવ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments