મોરબીના સરદાર બાગ નજીક ન્યુ આર્દર્શ સોસાયટીમાં રહેતા આધેડે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના સરદાર બાગ પાછળ આવેલ ન્યુ આદર્શ સોસાયટીમાં રહેતા સંજયભાઈ દેવજીભાઈ શેરસીયા (ઉ.૫૫) એ પોતાના ઘરે કોઈ કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધીર છે.










