વાંકાનેરના સરતાનપર રોડ પર ઇટાલીનો સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા યુવાને રોજગારી નહિ મળવાના ટેન્શનમાં ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ ઇટાલીનો સિરામિક કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતા અને મૂળ ઉતરપ્રદેશના રહેવાસી સોભિત બસંતાભાઈ ચમાર (ઉ.૨૨) ના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય અને હાલમાં સિરામિક કારખાનામાં બંધ થતા હોય જેથી તેને રોજગારી નહિ મળવાનું ટેન્શન હોય જે બાબતે મનમાં લાગી આવતા પોતેની જાતે લેબર કવાર્ટરના રૂમમાં ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે










